ધોરણ 10 ગણિત - પ્રશ્નપત્ર પરિરૂપ - નમૂનાનું પ્રશ્નપત્ર - માસવાર આયોજન - પ્રકરણ ગુણભાર
ધોરણ 10 વિજ્ઞાન અને ટેક્નોલોજી - પ્રશ્નપત્ર પરિરૂપ - નમૂનાનું પ્રશ્નપત્ર - માસવાર આયોજન - પ્રકરણ ગુણભાર
તાજેતરમાં 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું. પરિણામ 68 ટકાની આસપાસ રહ્યું. બીજા દિવસે સમાચારપત્રમાં જાણવા મળ્યું કે રાજ્યમાં એંજિનીયરીંગની સીટો 59000 છે. હજી સીટોની લ્હાણી થવાની છે. સામે છેડે 45 ટકાથી ઉપર ( એડમિશન માટે ક્વોલિફાય ) 45000 થી 48000 પાસ થયા છે. બધાને એંજિનીયરમાં એડમિશન આપવા છતાં 11000 થી વધુ સીટો ખાલી રહેવાની સંભાવના છે. સાયંસ કોલેજનું ભવિષ્ય ધૂંધળું છે. મોટા ભાગની સાયંસ કોલેજો વિદ્યાર્થીઓના અભાવે બંધ થવા માંડી છે. સરકાર બધાને એંજિનિયર બનાવી દેવા માગે છે. ઠેર ઠેર એંજિનિયર કોલેજોનો રાફડો ફાટ્યો છે. દર દસ કિલોમીટરે શિક્ષણનું વ્યાપારીકરણ જોવા મળે છે. ગામડામાં પીવાના પાણી કે પાયાની જરૂરિયાતો નો અભાવ છે. પરંતું સેલ્ફ ફાયનાન્સ ફાર્મસી કે એંજિનિયરીંગ કે પીટીસી કે બી.સી.એ કે એમ.બી.એ કોલેજનો રાફડો જોવા મળે છે. કોના દ્વારા આ શક્ય બને છે તે ચિંતા અને ચિંતનનો પ્રશ્ન છે. શાળામાં 100 થી વધુ વિદ્યાર્થીઓ એકજ વર્ગમાં બેસાડાય છે ત્યાં બીજા વર્ગની મંજૂરી માટે આચાર્ય /સંચાલક મંડળ થાકી જાય છે. વર્ગની મંજૂરી માટે વજન અપાય છે. શહેરોમાં શોપિંગ સેંટરોમાં શાળાઓ બેસે છે. રમતના મેદાનની તો વાત જ ક્યાંથી ? શું વધુ પડતા એંજિનિયરો પેદા કરવાથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થઈ જશે?

ઠેર ઠેર ડે કેર શાળાઓને મંજૂરી અપાય છે.ગ્રાન્ટેબલ શાળા કોલેજો બંધ થઈ રહી છે.આવી શાળા કોલેજોના ધમાકેદાર જાહેરાતના પ્રલોભનોમાં વાલી આવી જાય છે. અને વાલીઓના ખીસા ખાલી થાય છે. આજની શરમજનક ઘટના તો એ છે કે ધોરણ - કેજી 1/2 કે ધોરણ 1 - 2 માં બાળકોના ઈંટરવ્યું લઈ એડમીશન અપાય છે. પ્રવેશ ફી - સત્ર ફી - નાસ્તા ફી - પુસ્તક ફી - કમ્પ્યૂટર ફી - લેબોરેટરી ફી - પુસ્તકાલય ફી જેવા જુદા જુદા હેડ નીચે ઊંચી ફી ઉઘરાવાય છે. હાસ્યાસ્પદ બાબત તો એ છે કે એકજ પેઈઝના ફોર્મના ( ઝેરોક્ષનો 1 રૂપિયો થાય ) 100 થી 200 રૂપિયા જેટલી ઉંચી ફી હોય છે. બાળકોના બરડા પર 3 થી 4 કિલોગ્રામના દફ્તર શોભાયમાન થશે. દફ્તરોના વજનથી બાળકોની કરોડરજ્જું વળી જાય છે. ઠેર ઠેર ભાર વિનાના ભણતરની વાતો થાય છે. હિન્દી જેવી રાષ્ટ્રીય ભાષાનું બાળમૃત્યુ થયું છે. સમાજ સેવકો - હિન્દી સાહિત્યકારો કેમ ચૂપ છે તે સમજાતું નથી.
નોનગ્રાન્ટેબલ શાળા કોલેજોનો રાફડો - ભાર વિનાના ભણતર - અંગ્રેજી માધ્યમ - શિક્ષિત બેકારોની ફોજમાં વધારો કરનાર જવાબદાર પરિબળો જેવા વિષયો વિશે ઘણું બધું કહી શકાય તેવું છે. સમય મળે ત્યારી આના વિશે લંબાણથી ચર્ચા છેડવી છે.